પ્રધાનમંત્રી જન ધન યોજના 2025 ફોર્મ શરુ, હવે તમને ₹ 10,000 નો સીધો લાભ મળશે, તાત્કાલિક અરજી કરો

pradhan mantri jan dhan yojana gujarati પ્રધાનમંત્રી જન ધન યોજના 2025 જો તમે આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવો છો અને આજ સુધી બેંકિંગ સેવાઓથી દૂર રહ્યા છો, તો તમારા માટે હવે એક સુવર્ણ તક છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (PM Jan Dhan Yojana) દ્વારા સરકાર તમને ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા પૂરી પાડે છે.

સાથે સાથે, જન ધન ખાતું ખોલવા માટે તમારું બેંક ખાતું ખોલાવવા માટે કોઈ મિનિમમ બેલેન્સની જરૂર નથી અને ન તો કોઈ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

આ લેખમાં આપણે સમજશું કે પ્રધાનમંત્રી જન ધન યોજના શું છે, તેમાંથી તમને કેટલા ફાયદા મળી શકે છે, ₹10,000 સુધીની સહાય કેવી રીતે મળે, અને તેનો આવેદન પ્રક્રિયા કેવી છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના શું છે?

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.

હેતુ એ હતો કે દેશના દરેક નાગરિક સુધી બેંકિંગ સેવાઓ પહોંચે, ખાસ કરીને તેઓ સુધી જે લોકો ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં રહે છે અને જેમના પાસે હજુ સુધી કોઈ બેંક ખાતું નથી.

સરકાર ઈચ્છે છે કે દરેક પરિવારમાં ઓછામાં ઓછું એક બેંક ખાતું તો હોવું જોઈએ, જેથી તેમને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે.

 ₹50 હજારથી ₹20 લાખ સુધીની ગેરંટી વિના લોનની સંપૂર્ણ માહિતી

જન ધન ખાતું ખોલવા માટે ઉંમર

18 વર્ષથી ઉપરના તમામ પુખ્ત વયના નાગરિકો જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે. ખાસ બાબત એ છે કે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે પણ ખાતું ખોલાવી શકાય છે તેને માઇનર ખાતું કહેવામાં આવે છે.

જન ધન ખાતું ખોલવા માટે દસ્તાવેજો 

  • આધાર કાર્ડ
  • મતદાર ID કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • મનરેગા જોબ કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝના ફોટા
  • પાન કાર્ડ
  • મોબાઇલ નંબર

પ્રધાનમંત્રી જન ધન યોજનાના લાભો Pradhan Mantri Jan Dhan Yojana benefits

પ્રધાનમંત્રી જન ધન યોજના માત્ર ખાતું ખોલવાની સુવિધા પૂરતી નથી, પરંતુ તે સાથે ઘણા મહત્વના લાભો પણ જોડાયેલા છે:

  • Zero Balance Account: ખાતું ખોલાવવા માટે કોઈ પણ પ્રકારના મિનિમમ બેલેન્સની શરત નહીં.
  • ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા: ખાતામાં જરૂરી લાયકાતો પૂર્ણ કર્યા પછી ઓવરડ્રાફ્ટ મળવાની શક્યતા.
  • રૂ. 2 લાખ સુધીનો દુર્ઘટનાયોગ્ય વીમો: માત્ર ખાતું હોવાના આધારે.
  • આયૂષ્માન ભારત અને અન્ય યોજનાઓનો સીધો લાભ.
  • સરકારી સબસિડી સીધું ખાતામાં જ જમા.
  • RuPay ડેબિટ કાર્ડ સાથે નાણાકીય વ્યવહારો સરળ.

જન ધન ખાતું ખોલવા માટે શું કરવું ? જન ધન ખાતું કેવી રીતે ખોલવું? Jan Dhan Yojana account opening online

  • તમારું નજીકનું કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંક જેમ કે SBI, BOB, PNB, કે અન્ય સરકારી બેંકની શાખા પર જઈને “જન ધન ખાતું ખોલાવું છે” એવો ઉલ્લેખ કરો.
  • બેંક તરફથી આપવામાં આવતું Jan Dhan Account Application Form મેળવો અને તેમાં તમારી વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જોડો.
  • તમારું ફોર્મ અને દસ્તાવેજોની ચકાસણી પછી બેંક તમારું જન ધન ખાતું ખોલી દેશે. તમારું ખાતું Approved થયા પછી તમને RuPay ATM/Debit Card અને પાસબુક પણ મળશે.

Leave a Comment