ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક સારી યોજના બહાર પાડવામાં આવેલ છે જેમાં દીકરીઓને 50,000 રૂપિયા સુધી ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે આ યોજનાનું નામ છેનમો લક્ષ્મી યોજના Namo Lakshmi Yojana Gujarat 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજના ખાસ કરીને આવી દીકરીઓ માટે છે જેઓ પોતાની મહેનત અને સપનાને સાકાર કરવા શાળાની બેચેની સાથે હાજર રહે છે.
નમો લક્ષ્મી યોજના શું છે? | Namo Lakshmi Yojana Full Details
ગુજરાત સરકારને નમુ લક્ષ્મી યોજના 2025 માં ધોરણ 9 થી 12 માં જે અભ્યાસ કરેલ છે તેમને આ યોજના હેઠળ 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને તેમને ખાસ કરીને આ સહાય વિદ્યાર્થી અને આપવામાં આવશે અને જે કરી લોકો છે જેમ કે જે બીપીએલ યાદીમાં આવે છે તેમના માટે એક સારી યોજના છે.
નમો લક્ષ્મી યોજનાનો હેતુ | Namo Lakshmi Yojana Purpose
નમો લક્ષ્મી યોજના ના મુખ્ય હેતુ એ છે કે દીકરીઓને ભણાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે કારણ કે તેમનું ભવિષ્ય સારી રીતે બનાવી શકે અને તેમને ભણવામાં કોઈ તકલીફ ન પડે તે રીતની દરેક દીકરીઓને આ યોજના હેઠળ લાભ મળી શકે છે તેમને નાણાકીય તકલીફ ના કારણે દીકરીઓ શાળા છોડતી હોય છે અને તે ધોરણ 12 સુધી અભયાસ પણ કરી શકતી નથી
નમો લક્ષ્મી યોજના 2025 પાત્રતા | Namo Lakshmi Yojana Eligibility 2025
- વિદ્યાર્થીની ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
- શાળામાં નિયમિત હાજરી ફરજિયાત છે (80% કે તેથી વધુ).
- ઉમેદવાર ગરીબી રેખા નીચેનો (BPL) હોય.
- ઉમેદવાર ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ.
- માતાપિતાનું આર્થિક સ્થિતિ નબળી હોવી જોઈએ.
બોર્ડનું ધોરણ 10 અને 12 નું પરિણામ જોવા માટે
નમો લક્ષ્મી યોજના 2025 સહાય | Namo Lakshmi Yojana Benefits
Namo Lakshmi Yojana Gujarat 2025 હેઠળ સહાયનું વિતરણ નીચે મુજબ થશે:
ધોરણ 9 અને 10 માટે કુલ રૂ. 20,000
- ધોરણ-9 માં: રૂ. 5,000
- ધોરણ-10 માં: રૂ. 5,000
ધોરણ-10 બોર્ડ પરીક્ષા પછી વધારાના રૂ. 10,000
ધોરણ 11 અને 12 માટે કુલ રૂ. 30,000
- ધોરણ-11 માં: રૂ. 7,500
- ધોરણ-12 માં: રૂ. 7,500
ધોરણ-12 બોર્ડ પરીક્ષા પછી વધારાના રૂ. 15,000
નમો લક્ષ્મી યોજના 2025 માટે જરૂરી દસ્તાવેજો | Namo Lakshmi Yojana Documents
- જન્મ નોંધણી પ્રમાણપત્ર
- વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ
- શૈક્ષણિક દાખલો
- આવક પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગતો
- શાળા સર્ટિફિકેટ
નમો લક્ષ્મી યોજના 2025 માટે અરજી કેવી રીતે કરવી? | Namo Lakshmi Yojana Apply Online
- વિદ્યાર્થીઓની નોંધણી શાળાની મદદથી કરવામાં આવશે.
- સ્કૂલો દ્વારા ખાસ Namo Lakshmi Portal પર અરજી થશે.
- અરજી બાદ, નાણાકીય સહાયક રકમ સીધી માતાપિતાના અથવા વિદ્યાર્થીનીના ખાતામાં જમા કરાવવામાં આવશે.
- પાત્ર વિદ્યાર્થીનીઓનું નિરીક્ષણ અને પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને નિયમિત થશે.
- સરેરાશ હાજરી 80% થી ઓછી થયે સહાય બંધ કરી દેવામાં આવશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો | Namo Lakshmi Yojana FAQs
નમો લક્ષ્મી યોજના શું છે?
નમો લક્ષ્મી યોજના એ કન્યા બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે શરૂ કરેલી ખાસ યોજના છે.
નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે?
ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતી ગુજરાતની દીકરીઓને લાભ મળશે.
આ યોજના હેઠળ કેટલી સહાય મળશે?
કુલ રૂ. 50,000 સુધી નાણાકીય સહાય આપવામાં આવશે.
નમો લક્ષ્મી યોજના માટે અરજી કઈ રીતે કરવી?
અરજી શાળાની મદદથી ઓનલાઇન પોર્ટલ દ્વારા થશે.