પાવર ટીલર સહાય યોજના 2025: ખેડૂતો માટે ખુશખબરી! પાવર ટીલર ખરીદી પર મળશે રૂ.60,000 સુધી સહાય

ગુજરાત સરકાર સતત ખેડૂતોના સુખાકારી માટે કાર્યરત રહી છે. ખેડૂતોને આધુનિક ખેતી સાધનોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકાઈ છે. આવી એક મહત્વપૂર્ણ યોજના છે પાવર ટીલર સહાય યોજના 2025, જેના માધ્યમથી હવે ખેડૂત મિત્રો પાવર ટીલર ખરીદવા પર મોટું આર્થિક સપોર્ટ મેળવી શકશે. Ikhedut portal 2025 power tiller sahay yojana gujarat

પાવર ટીલર સહાય યોજના 2025 – મુખ્ય વિગતો

પાવર ટીલર સહાય યોજના હેઠળ ખેડૂતો પાવર ટીલર જેવી આધુનિક ખેતી સાધન ખરીદે ત્યારે સરકાર તરફથી સહાય મળી રહેશે. ખેડૂતને પાવર ટીલરની ક્ષમતા (HP) મુજબ રૂ.50,000થી લઈને રૂ.85,000 સુધીની સહાય મળવાની શક્યતા રહેશે.

  • 8 HP સુધીના પાવર ટીલર માટે: કુલ ખર્ચના 40% અથવા ₹50,000 (જે ઓછું હોય તે)
  • 8 HP થી વધુ પાવર ટીલર માટે: કુલ ખર્ચના 40% અથવા ₹70,000 (જે ઓછું હોય તે)
  • વિશિષ્ટ લાભાર્થીઓ માટે વિશેષ સહાય:
    (અનુસૂચિત જાતિ, જનજાતિ, નાના અને સિમાંત ખેડૂતો માટે)
  • 8 HP સુધીના પાવર ટીલર માટે: કુલ ખર્ચના 50% અથવા ₹65,000 (જે ઓછું હોય તે)
  • 8 HP થી વધુ પાવર ટીલર માટે: કુલ ખર્ચના 50% અથવા ₹85,000 (જે ઓછું હોય તે)

ટ્યુશન સહાય યોજના 2025: ધો.11-12 

પાવર ટીલર સહાય યોજના 2025 માટે આવશ્યક દસ્તાવેજો

  • જમીનની નકલ (7/12 ઉલ્લેખ)
  • રેશનકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જાતિ પ્રમાણપત્ર (જો અનુસૂચિત જાતિ કે જનજાતિ હોય)
  • વિકલાંગતા પ્રમાણપત્ર (જોઈએ તો)
  • સંયુક્ત મિલકત માટે હિસ્સેદારની સંમતિપત્રક
  • આત્મા રજીસ્ટ્રેશન વિગતો (જોઈએ તો)
  • સહકારી મંડળીના સભ્યપદની વિગતો (જોઈએ તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્યપદની વિગતો (જોઈએ તો)
  • બેંક ખાતાની પાસબુક નકલ
  • મોબાઈલ નંબર

પાવર ટીલર સહાય યોજના 2025 માટે પાત્રતા શરતો power tiller subsidy in gujarat

  • અરજીકર્તા ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાની જમીન હોવી ફરજિયાત છે.
  • અરજી આઇ-ખેડૂત પોર્ટલ પરથી કરવી આવશ્યક છે.
  • સાધન ખરીદી માટે સરકારી એમ્પેનલમેન્ટમાં નોંધાયેલા ઉત્પાદક પસંદ કરવો ફરજિયાત છે.

પાવર ટીલર સહાય યોજના 2025 હેઠળ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા Ikhedut portal 2025 power tiller sahay yojana online registration

  • પ્રથમ Google પર “ikhedut Portal” સર્ચ કરો.
  • ઓફિશિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in ખોલો.
  • યોજનાઓ‘ વિભાગ પર ક્લિક કરો.
  • ખેતીવાડી યોજના” પસંદ કરો.
  • ત્યારબાદ “પાવર ટીલર સહાય યોજના” પસંદ કરી તમામ માહિતી વાંચો.
  • ‘અરજી કરો’ વિકલ્પ પર ક્લિક કરો.
  • જો પહેલેથી રજીસ્ટર્ડ છો તો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.

Leave a Comment