સરકારી કર્મચારીઓ માટે પગાર વધારાનો સમય એટલે “8મો પગાર પંચ “. હાલ 7મો પે કમિશન તેના અંતિમ તબક્કામાં છે અને હવે દરેક નજર 8મો પે કમિશન તરફ છે, જે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
8th Pay Commission સંભવિત ફેરફાર અને આંકડા
હાલની સ્થિતિ (7મો પે કમિશન) | સંભવિત બદલાવ (8મો પે કમિશન) |
---|---|
ન્યૂનતમ બેઝિક પગાર ₹18,000 | ₹34,560 (ફિટમેન્ટ ફેક્ટર 1.92 મુજબ) |
ફિટમેન્ટ ફેક્ટર: 2.57 | નવી રેન્જ: 2.28 થી 2.86 સુધી શક્ય |
લાગુ તારીખ: 01/01/2016 | નવી તારીખ: 01/01/2026 (અપેક્ષિત) |
પગાર વધારો: 14.2% આસપાસ | સંભવિત વધારો: 40% થી 50% સુધી |
અલગથી DA અને ભથ્થાં | DA મર્જ થવાની સંભાવના |
ફિટમેન્ટ ફેક્ટર શું છે અને પગાર પર તેનો કેવી રીતે થાય છે અસર?
- ફિટમેન્ટ ફેક્ટર” એ એક ગુણક છે, જેના વડે હાલના પગારને ગુણવીને નવો પગાર નક્કી થાય છે. ઉદાહરણ તરીકે
- જો કોઈની બેઝિક સેલેરી ₹25,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય, તો નવી સેલેરી ₹71,500 થશે.
- ₹20,000 બેઝિક વાળા કર્મચારીને ₹57,200 મળે તેવી શક્યતા છે.
- 8મા પે કમિશનથી સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ
- કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યાં છે કે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 2.86 રાખવો જોઈએ, જેથી સાચો ન્યાય થાય.
- જોકે, પૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગનું માનવું છે કે સરકાર માટે આ ઉંચો ફેક્ટર નક્કી કરવો કઠિન હોઈ શકે છે.
- જો સરકાર 1.92 જેટલો ન્યૂનતમ ફેક્ટર પણ નક્કી કરે, તો પણ ₹18,000ના પગાર વાળા કર્મચારીને ₹34,560 જેટલો મોટો લાભ મળી શકે છે – જે આજના સમયમાં મોટી રાહત છે.
20 મો હપ્તો તારીખ! ખેડૂતોના ખાતામાં જલ્દી જમા થશે ₹2000
8મો પે કમિશન ક્યારે લાગુ થશે? 8th Pay Commission
- 7મો પે કમિશનનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ે સુધી છે.
- અપેક્ષા છે કે એપ્રિલ થી જૂન 2025 વચ્ચે 8મો પે કમિશન જાહેર થશે.
- 01 જાન્યુઆરી 2026થી નવા નિયમો લાગુ થશે – જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી.