વ્હાલી દીકરી યોજના 2025 – દીકરીઓને મળશે 1 લાખની સહાય, જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકારની એક ઉમદા પહેલ તરીકે વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડવામાં આવી છે, જેનાથી રાજ્યની દીકરીઓના જન્મથી લઈને તેમના શિક્ષણ અને ભવિષ્યના સપનાઓ સુધી સરકાર સહારો પૂરો પાડે છે. vahli dikri yojana 2025 gujarat

દીકરી એ લક્ષ્મી સમાન હોય છે, પણ દુઃખની વાત એ છે કે સમાજમાં આજે પણ અનેક સ્થળે દીકરીના જન્મને દયાની નજરે જોવામાં આવે છે. આવી માનસિકતા બદલવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ આ યોજના એક આશાજનક પગલું છે.

વ્હાલી દીકરી યોજના માં કોણ ફોર્મ ભરી શકે

  • યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના માપદંડ હોવા આવશ્યક છે:
  • દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 કે તે બાદ થયો હોવો જોઈએ
  • દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની દીકરીઓને લાભ મળશે
  • માતા-પિતાની વાર્ષિક આવક ₹2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
  • અરજદાર દીકરી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
  • બાળલગ્ન ન થયેલ હોવું જોઈએ
  • માતા-પિતા ના હોવા પર ગાર્ડિયન અરજદાર બની શકે

વ્હાલી દીકરી યોજના 2025 સહાય vahli dikri yojana 2025 gujarat

યોજનાના હેતુસર ₹1,10,000 ની નકદ સહાય ત્રણ અલગ-અલગ તબક્કે આપવામાં આવે છે:

તબક્કોસમયરકમ
પ્રથમ હપ્તોપ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે₹4,000
બીજો હપ્તોધોરણ 9માં પ્રવેશ સમયે₹6,000
ત્રીજો હપ્તોદીકરી 18 વર્ષની થાય ત્યારે₹1,00,000

વહાલી દીકરી યોજના કયા ડોક્યુમેન્ટ જોઈએ

  • દીકરીનો જન્મ પ્રમાણપત્ર
  • દીકરીનો આધાર કાર્ડ
  • માતા-પિતાનું આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • લગ્નનું પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુકની નકલ
  • સ્વઘોષણાનું નમૂના

વહાલી દીકરી યોજના ફોર્મ 2025 ક્યાંથી મેળવશો?

  • ગ્રામ્ય વિસ્તારોમાં VCE દ્વારા
  • તાલુકા સ્તરે મામલતદાર કચેરીમાંથી
  • જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ કચેરીમાંથી
  • તેમજ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે

વહાલી દીકરી યોજના ફોર્મ pdf 2025

અહીં ક્લિક કરો

વહાલી દીકરી યોજના ફોર્મ 2025 ઓનલાઈન અરજી

ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

  • ગ્રામ્ય વિસ્તાર VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) ને મળો
  • ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ્સ આપી દો
  • તેઓ અરજી ઓનલાઈન સબમિટ કરશે
  • શહેરી વિસ્તાર માટે: મામલતદાર કચેરી કે જનસેવા કેન્દ્ર પર સંપર્ક કરો
  • તમારું ફોર્મ ભરાવી શકાય છે
  • અરજીની પ્રાપ્તી નકલ સંભાળી રાખવી જરૂરી છે

FAQs for “વહાલી દીકરી યોજના 2025”

વહાલી દીકરી યોજના 2025 શું છે?

ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને શિક્ષણમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ ₹1,10,000 સુધીની સહાય તબક્કાવાર આપવામાં આવે છે.

વહાલી દીકરી યોજના 2025 માટે કોણ અરજી કરી શકે?

ગુજરાતના નાગરિક, જેમની દીકરી 2 ઑગસ્ટ 2019 પછી જન્મેલી છે અને પરિવારની આવક 2 લાખથી ઓછી છે તે માતા-પિતા અરજી કરી શકે છે.

વહાલી દીકરી યોજના 2025 માટે કેટલા હપ્તામાં સહાય મળે છે?

યોજનાનો લાભ ત્રણ હપ્તામાં મળે છે – ધોરણ 1, ધોરણ 9 અને 18 વર્ષની ઉંમરે.

વહાલી દીકરી યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

અરજી માટે ડિજિટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને VCE અને શહેરી વિસ્તારના લોકોને જનસેવા કેન્દ્ર અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો પડશે.

વહાલી દીકરી યોજનાનો લાભ કેટલી દીકરીઓ માટે મેળવી શકાય છે?

દંપતીના પહેલા ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને યોજનાનો લાભ મળી શકે છે.

વહાલી દીકરી યોજના માટે ક્યાંથી ફોર્મ મેળવવું?

ફોર્મ ગ્રામ્ય વિસ્તારમાં VCE, તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રો અને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ કચેરીથી મેળવી શકાય છે.

Leave a Comment