Loading ...

ખેડૂત મિત્રો માટે ખુશખબર: તાર ફેન્સીંગ યોજના 2025 ગુજરાત – હવે ખેતરની સુરક્ષા માટે મળશે સહાય!

ખેડૂત ભાઈઓ, તમારા ખેતરની મહેનતને લૂંટતા ઢોર અને જંગલી પ્રાણીઓથી તમે તંગ આવી ગયા છો? શું તમે પણ ખેતરની આસપાસ કાંટાળી તાર વાડ લગાવીને પેદાશને સુરક્ષિત રાખવા માંગો છો? તો ચાલો, તમારા માટે એક સારા સમાચાર લાવ્યો છું”તાર ફેન્સીંગ યોજના 2025 ગુજરાત”. Tar fencing yojana 2025 gujarat

ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના ગુજરાત સરકારે ખેડૂતોને તેમની ખેતીના વિસ્તારમાં તારની વાડ લગાવવા માટે આકર્ષક સહાય યોજના શરૂ કરી છે. ચાલો, જાણીએ શું છે આ યોજના, કેટલી સહાય મળશે, ક્યાં અરજી કરવી અને કઈ રીતે મેળવશો ફાયદો.

તાર ફેન્સીંગ યોજના 2025 શું છે?

તાર ફેન્સીંગ યોજના 2025 એ ખેડૂતોના ખેતરમાં જંગલી પ્રાણીઓ અને આવારા ઢોરથી થતા નુકસાનને રોકવા માટે ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતરની આસપાસ કાંટાળી વાડ લગાવવા માટે સહાય આપવામાં આવે છે.

આ યોજના શરૂ થઈ હતી 2005માં અને હવે 2025માં તેમાં અનેક સુધારા કરીને વધુ લાભકારી બનાવી દેવામાં આવી છે.

તાર ફેન્સીંગ યોજના 2025ની ખાસ વાતો

  • ઊંચાઈ અને પહોળાઈમાં છૂટ : હવે 25% છૂટ મળવાની રહેશે.
  • સામગ્રીની પસંદગી : ખેડૂત પોતે પસંદ કરેલી સામગ્રીથી વાડ બનાવી શકે છે, પરંતુ જીએસટી બિલ ફરજિયાત રહેશે.
  • થાંભલાઓની વિસ્થાપન : 3 મીટર અંતરે થાંભલા લગાવવાની છૂટ અને બંને બાજુ 15-15 મીટરના સપોર્ટ પિલરની સુવિધા મળશે.
  • સબસિડી : ખેડૂતને રૂ. 100 પ્રતિ મીટર અથવા કુલ ખર્ચના 50% (જે ઓછું હોય) સુધીની સબસિડી મળશે.

તાર ફેન્સીંગ યોજના માટે અરજી ક્યાં કરવી? Tar fencing yojana 2025 apply online

તમારે અરજી કરવા માટે તમારા તાલુકાના કૃષિ વિભાગ અથવા જિલ્લા કૃષિ અધિકારી કાર્યાલયમાં જવું પડશે.
આવશ્યક દસ્તાવેજો :

  • 7/12 ઉતારા અને 8Aના દાખલા
  • આધાર કાર્ડની નકલ
  • GST બિલ (જો અરજી ઓનલાઈન કરશો તો સ્કેન કરેલા દસ્તાવેજોની PDF અપલોડ કરવી પડશે)

ઓનલાઇન અરજી માટે khedut.gujarat.gov.in પર જઈને અરજી કરી શકો છો.

તાર ફેન્સીંગ યોજના 2025 માટે પાત્રતા Tar fencing yojana 2025 gujarat

  • કોઇપણ વ્યક્તિગત ખેડૂત અથવા ખેડૂત સમૂહ અરજી કરી શકે છે.
  • જમીનધારક તરીકે નોંધાયેલ હોવું આવશ્યક છે.
  • ખેડૂતો પાસે જરૂરી દસ્તાવેજો હોવા ફરજિયાત છે.

Leave a Comment