Loading ...

કોચિંગ સહાય માટે વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.20,000 સુધીની સહાય મળશે

ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બિનઅનામત વર્ગના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.20,000 સુધીની સહાય મળશે. આ સહાયથી વિદ્યાર્થીઓને તેમની સપનાઓ પૂરાં કરવા અને ઉત્સાહ વધારવામાં મોટી મદદ મળશે. Coaching Sahay Yojana Gujarat 2025

Coaching Sahay Yojana શું છે?

આ યોજના ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશન એન્ડ ઈકોનોમિકલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GUEEDC) દ્વારા ચલાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ છે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવી. JEE, NEET, GUJCET જેવી મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષાઓની તૈયારીમાં આ સહાય એક આશાની કિરણ સમાન છે.

કોચિંગ સહાય કોણ લાભાર્થી બની શકે છે?

  • બિનઅનામત વર્ગના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ
  • ધોરણ 10માં 70% કે તેથી વધુ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ
  • કુટુંબની વાર્ષિક આવક રૂ.4.50 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ
  • ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓને લાભ મળશે

કોચિંગ સહાય કેટલી સહાય મળશે?

વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.20,000 અથવા ખરેખર ફી – બંને પૈકી જે ઓછું હોય તે DBT દ્વારા સીધી જમા થશે.

કોચિંગ સહાય અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • આધાર કાર્ડની નકલ
  • રહેઠાણનો પુરાવો
  • બેંક પાસબુકની ઝેરોક્સ
  • ધોરણ 10ની માર્કશીટ
  • પ્રવેશ પત્ર
  • ટ્યુશન ક્લાસ ફી રસીદ
  • કોચિંગ સંસ્થાનો રજીસ્ટ્રેશન નંબર

કોચિંગ સહાય યોજના 2025 માટે અરજી કેવી રીતે કરશો?

  • સૌપ્રથમ www.gueedc.gujarat.gov.in પર જાઓ.
  • ‘Scheme’ વિભાગમાં ‘Apply’ પર ક્લિક કરો.
  • ‘Coaching Help Scheme for JEE-GUJCET-NEET Exams’ પસંદ કરો.
  • જો તમે નવા યુઝર હોવ તો ‘New User’ પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન થયા બાદ મળેલ Login IDથી ‘Already Registered’ પર જઈને ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ‘Confirm Application’ ક્લિક કરો.
  • અરજી કન્ફર્મેશન નંબર મેળવીને તેનો પ્રિન્ટ કઢાવો.
  • પ્રિન્ટેડ ફોર્મને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે જોડીને જિલ્લા રજીસ્ટ્રર ઓફિસે જમા કરાવો.

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
Application Online Urlઅહીં ક્લિક કરો

Leave a Comment