ikhedut : ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોની સહાય આપવામાં આવે છે તે ફોર્મ ભરવા માટે એક પોર્ટલ બહાર પાડવામાં આવેલ છે જેનું નામ ઇ ખેડૂત પોર્ટલ જે પોર્ટલ પરથી ખેડૂત ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે અને ત્યાં વિવિધ પ્રકારની યોજનાઓ આપેલ હોય છે જ્યાં ખેડૂતને લગતી યોજના પશુપાલન લગતી યોજના ખેતીવાડી ને લગતી યોજના બાગાયત ને લગતી યોજના મત પાલન ને લગતી યોજના તેવી તમામ યોજનાઓ આપવામાં આવે છે જેના દ્વારા ખેડૂત જે પણ ખેડૂતને જરૂર હોય તે યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.
ikhedut Portal
| નામ | iKhedut Portal |
| દ્વારા શરૂ કરવામાં આવેલ છે | ગુજરાત સરકાર |
| રાજ્ય | ગુજરાત |
| લાભાર્થીઓ | રાજ્યના ખેડૂતો અને પશુપાલકો |
| ઉદ્દેશ્ય . | ખેડૂતો અને પશુપાલન વ્યવસાયિકોને જ્યારે તેઓ ઘરે હોય ત્યારે તમામ વ્યવસાય-સંબંધિત માહિતી તેમજ તમામ યોજનાઓના લાભોની સરળ ઍક્સેસ આપવી |
| અરજીની પ્રક્રિયા | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
Ikhedut Portal શું છે?
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ખેડૂતો માટે એક એવું પોર્ટલ બનાવ્યું છે જ્યાં ખેતી, બાગાયત, પશુપાલન, જળ સંરક્ષણ અને મત્સ્યઉદ્યોગ જેવી દરેક યોજનાઓની માહિતી અને અરજી એક જ સ્થાને મળી જાય.
Ikhedut Portal ખેડૂતોને એ સુવિધા આપે છે જે પહેલાં મેળવવા માટે તાલુકા–જિલ્લાની કચેરીઓના ચક્કર લગાવવાના પડતા.
Ikhedut Portal Yojana List: આઈ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ
| ક્રમ | વિભાગનું નામ |
| 1 | ખેતીવાડી ની યોજનાઓ |
| 2 | પશુપાલનની યોજનાઓ |
| 3 | બાગાયતી યોજનાઓ |
| 4 | મત્સ્ય પાલન ની યોજનાઓ |
| 5 | ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ |
| 6 | આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ |
| 7 | ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ |
| 8 | સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ |
| 9 | ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી |
| 10 | ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના |
આ પણ વાંચો
- Ayushman Card Hospital List 2026– આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ 2026 અહીં થી ચેક કરો (PMJAY)
- PM Ujjwala Yojana Online Apply: મહિલાઓને મળશે મફત LPG સિલિન્ડર + સબસિડી, અરજી કરવાની સરળ રીત
- સરકાર આપશે સ્કૂટર સબસિડી: હવે મળશે ₹25,000 સુધીની સહાય પાત્રતા, અરજી પ્રક્રિયા અને દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી. Electric scooter subsidy Gujarat 2026
- Palak Mata Pita Yojana 2026: અનાથ અને નિરાધાર બાળકોને દર મહિને મળનારી ₹3000 સહાયની સંપૂર્ણ માર્ગદર્શિકા
- હવે BPL કાર્ડ ધારકો પણ મેળવી શકે છે BPL ના લાભો જાણો કેવી રીતે APL કાર્ડને BPLમાં ફેરવશો
Ikhedut Portal પર યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો
ઘણા ખેડૂતોને ડર હોય છે કે દસ્તાવેજો ઘણી માગશે, પણ સાચે તો જરૂરી દસ્તાવેજો ખૂબ જ સામાન્ય છે.
- 7/12 જમીનની નકલ
- SC/ST સર્ટિફિકેટ (જો લાગુ પડે)
- રેશનકાર્ડ
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર
- સંયુક્ત જમીન હોય તો અન્ય હિસ્સેદારોની સંમતિ
- દૂધ મંડળી કે સહકારી મંડળીના સભ્યપદની વિગતો (જો લાગુ પડે)
Ikhedut Portal Registration | કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી?
- Google મા “Ikhedut Portal” લખો અથવા સીધું https://ikhedut.gujarat.gov.in ખોલો.

- Step 2: હોમપેજ પર ‘યોજનાઓ’ પસંદ કરો હવે તમારી સામે ખેતી, બાગાયત, પશુપાલન જેવી કેટેગરી દેખાશે.
- Step 3: તમારી યોજના પસંદ કરો જે યોજના વિશે માહિતી જોઈએ છે અથવા અરજી કરવી હોય, તેના પર ક્લિક કરો.

- Step 4: રજિસ્ટ્રેશન ચેક કરો
- Step 5: નવા નોંધણી ફોર્મ ભરો
- અહીં તમારું નામ, સરનામું, આધાર, જમીનની વિગતો, બેંક વિગતો અને રેશનકાર્ડ જેવી માહિતી ભરશો.
- Step 6: અરજી સબમિટ કરોફોર્મ ચકાસો અને Save કરો.
- ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ લઈ, જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત કચેરીમાં મોકલવી જરૂરી છે.
Ikhedut Portal પર અરજીનું સ્ટેટસ કેવી રીતે ચકાસવું? IKhedut Portal Arji Status
ખેડૂતને સૌથી વધુ ડર એનો હોય છે કે “મારી અરજી ક્યાં સુધી પહોંચી?”
Ikhedut Portal પર સ્ટેટસ ચેક કરવું સરળ છે.
- હોમપેજ પર જાઓ “અરજીનું સ્ટેટસ તપાસવા / રીપ્રિન્ટ કરવા” વિકલ્પ પસંદ કરો

- યોજના પસંદ કરો
- મોબાઇલ નંબર અથવા અરજી નંબર નાખો
- સ્ટેટસ તરત દેખાઈ જશે
ઉપર આપેલ માહિતી આઇ ખેડૂત પોર્ટલ માટે છે જે તમે અરજી કેવી રીતે કરવી અરજી કરી છે તો તમારું સ્ટેટસ કેવું છે તે જાણવા માટે સંપૂર્ણ માહિતી આપેલ છે આ માહિતી તમને ગમી પણ હશે તો તમે સંપૂર્ણ આર્ટીકલ વાંચી અને આઇ ખેડૂત પોર્ટલ માટે અરજી કરી શકો છો