Loading ...

અભ્યાસ કરવાનો સપનો સાકાર ,ગુજરાત સરકારે લાવી છે 15 લાખ સુધીની લોન સહાય યોજના!

વિદેશમાં અભ્યાસ કરવાનો સપનો છે પણ ખર્ચ ઉઠાવી શકતા નથી? ગુજરાત સરકારે લાવી છે 15 લાખ સુધીની લોન સહાય યોજના! તમારું સપનું છે કે વિદેશ જઈને ભણવું છે – મોટા યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે, તમારા મમ્મી-પપ્પા પણ ખુશ છે… પણ હવે વાત આવે છે સૌથી મોટી અડચણની – પૈસાની! Videsh Abhyas Loan Sahay Yojana

વિદેશ ભણતર સસ્તું નથી. અને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આ લોન મેળવવી ઘણીવાર મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે નહીં.

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી વિદેશ અભ્યાસ લોન સહાય યોજના (Videsh Abhyas Loan Sahay Yojana) તમારા માટે આશાની નવી રેખા છે. GUEEDC (ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ) મારફતે આ યોજના હેઠળ તમને મળે છે ₹15 લાખ સુધીની લોન, તે પણ ફક્ત 4% સાદા વ્યાજ દરે!

લોન વિગત – કેટલી રકમ મળશે અને શું શરતો છે?

લોન વિગતમાહિતી
લોનની રકમમહત્તમ ₹15,00,000 સુધી
વ્યાજ દરફક્ત 4% સાદું વ્યાજ
ચુકવણી શરૂઅભ્યાસ પૂર્ણ થયા પછી 1 વર્ષ બાદ
ચુકવણી અવધિ₹5 લાખ સુધી – 5 વર્ષ / ₹5 લાખથી વધુ – 6 વર્ષ
ગીરોખત જરૂર છે?હા, ₹7.5 લાખથી વધુ લોન માટે જરૂર છે
પોસ્ટ ડેટેડ ચેક5 ચેક કંપની માટે જરૂરી છે

વિદેશ અભ્યાસ લોન સહાય યોજના શું છે? Videsh Abhyas Loan Sahay Yojana

આ યોજના ખાસ કરીને ગુજરાતના બિન અનામત વર્ગના હોંશિયાર અને જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે છે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં MBBS, Master’s, Technical, Paramedical કે Professional Course કરવા માંગે છે, તેમના માટે ગુજરાત સરકારે આ સસ્તી લોન સહાય ઉપલબ્ધ કરી છે.

વિદેશ અભ્યાસ લોન પાત્રતા શરતો – કોણ લાયક છે આ માટે?

  • વિદ્યાર્થીએ નીચે મુજબ પાત્રતા રાખવી પડશે:
  • ધોરણ-12માં ઓછામાં ઓછી 60% ગુણ હોવા જોઈએ
  • અરજદાર બિન અનામત વર્ગનો હોવો જોઈએ
  • વાર્ષિક કુટુંબ આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ
  • કોર્સ:
  • ધોરણ-12 બાદ MBBS
  • ડીગ્રી/પોસ્ટગ્રેજ્યુએશન/રિસર્ચ અથવા વિદેશમાં પ્રમાણભૂત અભ્યાસક્રમો

વિદેશ અભ્યાસ લોન જરૂરી દસ્તાવેજો – ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા તૈયાર રાખો

  • નિર્ધારિત અરજીપત્રક
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડ
  • આવક પ્રમાણપત્ર
  • વિદેશ યુનિવર્સિટીનું એડમિશન લેટર
  • ધોરણ-10, 12 તથા ત્યાર બાદના અભ્યાસની માર્કશીટ
  • સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ, વિઝા, એર ટિકિટની નકલ
  • દર વર્ષની ફી ભરવાનો પુરાવો
  • બેંક પાસબુકનો પહેલો પાનું
  • મિલકતના દસ્તાવેજો, બોજાનોંધ તથા 5 ચેક
  • પિતા/વાલીની મિલકત ગીરોપત્ર સંમતિ (Annexure-3)
  • જામીનદારની સંમતિ અને મિલકતના દસ્તાવેજ (Annexure-1)

વિદેશ અભ્યાસ લોન ગીરોખત / જામીન અંગે મહત્વપૂર્ણ માહિતી

  • ₹7.5 લાખ સુધીની લોન માટે: લોનની રકમથી 1.5 ગણતરીની મિલકત ગીર કરવી પડશે
  • ₹7.5 લાખથી વધુ લોન માટે: સંપૂર્ણ રકમ જેટલી મિલકત ગીર કરવી પડશે
  • દરેક લોન માટે 5 પોસ્ટ ડેટેડ ચેક આપવા ફરજિયાત છે

વિદેશ અભ્યાસ લોન અરજી ક્યાં કરવી? – ઑનલાઇન પ્રક્રિયા

  • વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલાં નીચે મુજબ પગલાં ભરવા:
  • સત્તાવાર વેબસાઈટ પર જાઓ – https://gueedc.gujarat.gov.in
  • “વિદેશ અભ્યાસ લોન સહાય” વિભાગમાં ઑનલાઇન ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • સબમિટ કર્યા પછી રજિસ્ટ્રેશનનો પ્રિન્ટ અવશ્ય લેશો
  • નોંધ: અરજી વિદેશ જવાને પહેલા કરવી ફરજિયાત છે.

વિદેશ અભ્યાસ લોન ચુકવણી કેવી રીતે કરવી?

  • ₹5 લાખ સુધીની લોન: અભ્યાસ પૂરો થયા પછી 5 વર્ષમાં માસિક હપ્તાં
  • ₹5 લાખથી વધુ લોન: અભ્યાસ પૂરો થયા પછી 6 વર્ષમાં માસિક હપ્તાં
  • પહેલા વ્યાજ ચૂકવાશે, પછી મૂડી
  • ઈચ્છા હોય તો સમય પહેલા ભરપણું કરી શકાય છે

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

  1. ધોરણ-12માં કેટલા ટકા જોઈએ?
    ઓછામાં ઓછી 60% ગુણ આવશ્યક છે
  2. કેટલાની લોન મળી શકે છે?
    મહત્તમ ₹15,00,000 સુધી લોન ઉપલબ્ધ છે
  3. વ્યાજ કેટલું લાગશે?
    ફક્ત 4% સાદું વ્યાજ
  4. આવક મર્યાદા શું છે?
    વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ
  5. અરજીઓ ક્યારે અને ક્યાં કરવી?
    gueedc.gujarat.gov.in પર ઑનલાઇન ફોર્મ ભરવું જરૂરી છે

Leave a Comment