Sukanya Samriddhi Yojana 2025 એ એવી સરકારી યોજના છે જે છોકરીઓના ભવિષ્ય માટે સૌથી લાભદાયક યોજના ગણાય છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મળતો વ્યાજ દર 8.2% છે અને આમાં કરવામાં આવેલા રોકાણ પર ટૅક્સમાં છૂટ પણ મળે છે.
દર મહિને રોકાણ પર મળનારો લાભ
માસિક રોકાણ | કુલ રોકાણ (15 વર્ષ) | વ્યાજ રકમ | કુલ પરત મળનારી રકમ |
---|---|---|---|
₹2000 | ₹3,60,000 | ₹7,49,208 | ₹11,09,209 |
₹3000 | ₹5,40,000 | ₹11,23,812 | ₹16,63,813 |
₹4000 | ₹7,20,000 | ₹14,98,417 | ₹22,18,418 |
₹5000 | ₹9,00,000 | ₹18,73,220 | ₹27,73,220 |
કોણ ખોલી શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 નું ખાતું?
- જે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી છે.
- માતા-પિતા અથવા કાનૂની સંરક્ષક ખોલી શકે છે
- એક પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓ માટે ખાતું ખોલી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 ખાતું કેવી રીતે ખોલાવવું?
- નજીકના પોસ્ટ ઓફિસ અથવા અન્ય બેંકમાં જઈએ
- જરૂરી દસ્તાવેજો: દીકરીનો જન્મ સર્ટી , માતા-પિતાનું આધાર કાર્ડ, ફોટો, મોબાઈલ નંબર
- ન્યૂનતમ રોકાણ: ₹250 પ્રતિ વર્ષ
- મહત્તમ રોકાણ: ₹1.5 લાખ પ્રતિ વર્ષ
તમારું આયુષ્માન કાર્ડ બનશે કે નહીં? અહીં ચેક કરો સંપૂર્ણ માહિતી
રોકાણ મર્યાદા અને મુદત
આ યોજનામાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયાથી લઈને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. યોજનાના નિયમો અનુસાર, 15 વર્ષ સુધી નિયમિત રોકાણ કરવું ફરજિયાત છે. જો તમે તમારી દીકરીના બાળપણમાં આ ખાતું ખોલાવ્યું હોય, તો 21 વર્ષ પૂર્ણ થયા પછી, તમને ડિપોઝિટની રકમ અને વ્યાજ સહિત મોટી રકમ મળશે.
ઘણી વાર પૂછાતા પ્રશ્નો (FAQs)
Sukanya Samriddhi Yojana કોને લાભ આપે છે?
10 વર્ષથી ઓછી ઉંમરના દીકરીઓ અને તેમના માતા-પિતાને.
કેટલાય ખાતાં ખોલી શકાય?
મહત્તમ બે દીકરીઓ માટે એક પરિવારમાં બે ખાતાં.