Loading ...

ગુજરાત રેશન કાર્ડ ઈ-કેવાયસી અપડેટ: મફત રાશન મેળવવા માટે જરૂરી પ્રક્રિયા!

ખાદ્ય સુરક્ષા મંત્રાલય અને કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે બધા પ્રકારના રેશન કાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી (eKYC) કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે રેશન કાર્ડ ધારકો કેવાયસી નહીં કરે મફતમાં જે રાસન મળે છે તે બંધ થઈ જશે. તેથી, બધા રેશન કાર્ડ ધારકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પોતાના રેશન કાર્ડની કેવાયસી પૂર્ણ કરાવી લેવી. ration card ekyc gujarat update

ગુજરાતમાં રેશન કાર્ડ ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ

દરેક રાજ્યમાં રેશન કાર્ડ કેવાયસી માટે અલગ-અલગ તારીખો નક્કી કરવામાં આવી છે. જો તમે રેશન કાર્ડ ધારક છો અને હજુ સુધી તમે કેવાયસી નથી કરાવી, તો તમારે તમારા રાજ્યની નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આમ કરવાથી તમે સરકારી લાભો સતત મેળવી શકશો અને તમારું રેશન કાર્ડ સક્રિય રહેશે. સમયમર્યાદાની માહિતી તમે તમારા સ્થાનિક ખાદ્ય વિભાગ અથવા ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ પરથી મેળવી શકો છો.

રેશન કાર્ડ ઇ-કેવાયસી માટે જરૂરી દસ્તાવેજો ration card ekyc gujarat update

  • રેશન કાર્ડ
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર (આધાર સાથે રજિસ્ટર્ડ)

મફત ગેસ સિલિન્ડર યોજના માટે અરજી કેવી રીતે કરવી?

રેશન કાર્ડ ઇ-કેવાયસી ફી ?

ના! રેશન કાર્ડની ઇ-કેવાયસી બિલકુલ મફત છે. જો તમે સીધા ખાદ્ય વિભાગમાં જઈને કેવાયસી કરાવો, તો કોઈ ફી નથી. જો કોઈ કમ્પ્યુટર સેન્ટર પર કરાવો, તો મહેનતાણા રૂ. 50 સુધી લઈ શકાય.

રેશન કાર્ડ ઇ-કેવાયસી કેવી રીતે કરવી?

  • મેરા કેવાયસી” અને “ફેસ આરડી” એપ ડાઉનલોડ કરો.
  • આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો.
  • OTP વેરિફાય કરો.
  • ફેસ સ્કેન કરો.
  • કન્ફર્મેશન સ્લિપ ડાઉનલોડ કરો.

Leave a Comment