નાના અને સીમાંત ખેડૂત પરિવાર માટે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના (PM-KISAN) એક આર્થિક આશીર્વાદ સાબિત થઇ છે. 2019થી શરૂ થયેલી આ યોજનાની અંદર દરેક પાત્ર ખેડૂતને દરવર્ષે ₹6000ની સહાય ત્રણ હપ્તામાં (₹2000 દર હપ્તો) આપવામાં આવે છે. pm kisan beneficiary list 2025 gujarati
હાલમાં એવી ચર્ચા છે કે 20મો હપ્તો ₹4000નો જમાવાશે, જે ખેડૂતો માટે આશાના કિરણ સમાન છે. 24 ફેબ્રુઆરી 2025ના રોજ 19મો હપ્તો દેશભરના 9.8 કરોડ ખેડૂતોને આપવામાં આવ્યો હતો. હવે 20મો હપ્તો જૂન 2025માં આવે તેવી શક્યતા છે.
ચાલો જાણીએ કે કેવી રીતે તમે તમારું નામ લાભાર્થી યાદીમાં ચકાસી શકો અને કેવી રીતે આ સહાયનો લાભ લઈ શકો છો.
કિસાન યોજનાનો ઉદ્દેશ અને લાભ
PM-KISAN યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરુ કરી હતી, જેનુ મુખ્ય હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ દ્વારા ખેતીના ખર્ચ – જેમ કે બીજ, ખાતર અને કૃષિ સાધનો – માટે મદદરૂપ થવાનું છે.
હાલ સુધીના 19મા હપ્તા હેઠળ ₹22,000 કરોડથી વધુની રકમ 9.8 કરોડ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી છે. જેમાંથી 2.41 કરોડ લાભાર્થી મહિલાઓ છે. જો 20મા હપ્તામાં ₹4000 આપવામાં આવે છે તો તે ખેડૂતો માટે વધુ મોટી રાહત સાબિત થશે.
કિસાન યોજના 4000 રૂપિયાના નવા હપ્તા વિશે અપડેટ
હવે ચર્ચામાં છે કે જૂન 2025માં 20મો હપ્તો ₹4000નો આવી શકે છે, પરંતુ હજી સુધી સરકાર તરફથી તેનો કોઈ સત્તાવાર એન્નાઉન્સમેન્ટ કરાયેલો નથી. એવી સંભાવનાઓ છે કે એપ્રિલ અને જુલાઈના બે હપ્તાઓને જોડીને એકસાથે આ રકમ જમાવાશે.
જો તમારું e-KYC પુર્ણ નથી થયું અથવા જમીનનું વેરિફિકેશન બાકી છે, તો તમારો હપ્તો અટકી શકે છે. તેથી દરેક ખેડૂત મિત્રો માટે જરૂરી છે કે તેઓ તુરંત e-KYC પૂર્ણ કરે અને જમીનની વિગતો અપડેટ કરે.
નોંધ: e-KYC કરાવવું ફરજિયાત છે. નહીં કરાવ્યું હોય તો હપ્તો અટકી શકે છે. e-KYC માટે વેબસાઇટ પર આધાર નંબર દાખલ કરો અને OTP મારફતે પ્રક્રિયા પુરી કરો.
કિસાન યોજના લાભાર્થી યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસશો?
તમારું નામ pm kisan beneficiary list 2025 gujarati માં છે કે નહીં તે ચકાસવા માટે નીચેના પગલાં અનુસરો:
- PM-KISAN ની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ખોલો.
- હોમપેજ પર “Farmers Corner” સેકશનમાં “Beneficiary List” પર ક્લિક કરો.

- તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.

- પછી “Get Report” બટન પર ક્લિક કરો.
- યાદીમાં તમારું નામ અને હપ્તાની સ્થિતિ ચકાસો.
જો નામ કિસાન યોજના યાદીમાં ના હોય તો શું કરવું? pm kisan beneficiary list 2025 gujarati
જો તમારું નામ લાભાર્થી યાદીમાં નથી દેખાતું તો:
- પહેલા ખાતરી કરો કે તમારું અરજીત ફોર્મ યોગ્ય રીતે ભરાયું છે કે નહીં.
- જો e-KYC બાકી છે તો તરત પૂર્ણ કરો.
- જમીનનો દસ્તાવેજ / પાટા ચકાસણી પણ આવશ્યક છે.
- નજીકના CSC કેન્દ્ર જઈને બાયોમેટ્રિક e-KYC પણ કરાવી શકાય છે.
- વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 155261 અથવા 011-24300606 પર સંપર્ક કરો.
- ફેક કોલ્સ અને ફેક OTP શેર કરવાથી સાવધાન રહો.