Palak Mata Pita Yojana 2026: અનાથ અને નિરાધાર બાળકોને દર મહિને મળનારી ₹3000 સહાયની સંપૂર્ણ માર્ગદર્શિકા

ગુજરાત સરકાર દ્વારા એક સારી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે પાલક માતા પિતા યોજના આ યોજના હેઠળ જેના પણ માતા-પિતા મૃત્યુ પામ્યા છે તેવા બાળકોને ભરણપોષણ કરવા માટે ગુજરાત સરકાર ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે

પાલક માતા-પિતા યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું? પાલક માતા પિતા યોજના 2026 અરજી કેવી રીતે કરવી? પાલક માતા-પિતા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે અને સંપૂર્ણ વિગતવાર નીચે આપેલ છે તે તમે વધુ માહિતી જાણી અને ફોર્મ ભરી શકો છો

Palak Mata Pita Yojana Highlight 2026

યોજનાનું નામ પાલક માતા પિતા યોજના 2026
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા 
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લાભાર્થીગુજરાતના અનાથ અને નિરાધાર બાળકો
મળવાપાત્ર સહાય માસિક ૩૦૦૦/- રૂપિયા ની સહાય

Palak Mata Pita Yojana 2026 શું છે?

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત એવા બાળકોને દર મહિને ₹3000 સહાય આપવામાં આવે છે
જે બાળકોના માતા–પિતા નથી અથવા કોઈ એક નથી અને બાળકને નજીકના સગા કે પરિવાર મિત્ર દ્વારા સંભાળવામાં આવે છે.

પાલક માતા-પિતા યોજના 2026 મળવાપાત્ર સહાય Palak Mata Pita Yojana Yojana Benefits

ફક્ત એવા બાળકો માટે છે જેમનું જીવન સાચે જ મુશ્કેલીમાં છે.

પાત્ર બાળકો:

  • ગુજરાતમાં રહેતા 0 થી 18 વર્ષની ઉમરના અનાથ અથવા નિરાધાર બાળકો
  • બાળકો જેના માતા–પિતા મૃત્યુ પામ્યા છે
  • બાળકો જેમના પિતા નથી અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે
  • બાળકો જેમની સંભાળ નજીકના સગા, ફુઈ, કાકા, દાદા, દાદી જેવા સભ્યો રાખે છે

પાલક માતા પિતા યોજના 2026 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • માતા–પિતાના મૃત્યુ પ્રમાણપત્ર
  • બાળકનું જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ
  • માતાએ પુનઃલગ્ન કર્યો હોય તો લગ્ન નોંધણી/સોગંદનામું
  • પાલક માતા–પિતાની આવકનો દાખલો
  • બાળકનું આધાર કાર્ડ
  • બાળકનો બોનાફાઈડ સર્ટિફિકેટ (જો અભ્યાસમાં હોય)
  • બાળકની બેંક પાસબુક
  • બાળક અને પાલક માતા–પિતાનું સંયુક્ત બેંક ખાતું (જરૂર હોય ત્યાં)
  • પાલક માતા–પિતાનું રેશન કાર્ડ
  • પાલક માતા–પિતાનું આધાર કાર્ડ

પાલક માતા-પિતા યોજના 2026 માં કોણ અરજી કરી શકે છે? Palak Mata Pita Yojana 2026

  • સરકારે 2026 માટે આવક મર્યાદામાં સુધારો કર્યો છે.
  • ગ્રામિણ વિસ્તાર: ₹27,000 વાર્ષિક
  • શહેરી વિસ્તાર: ₹36,000 વાર્ષિક

આ મર્યાદા નીચેની આવક ધરાવતા પરિવારજનો આ સહાય મેળવી શકે.

પાલક માતા પિતા યોજના 2026 માટે અરજી કેવી રીતે કરવી

આ અરજી હવે સંપૂર્ણપણે ઓનલાઈન થઈ શકે છે, જેથી ગામમાં કે શહેરમાં કોઈ મુશ્કેલી ન આવે.

Step-by-step માર્ગદર્શિકા:

  • e-Samaj Kalyan પોર્ટલ ખુલ્લું કરો
  • “Palak Mata Pita Yojana” પસંદ કરો
  • નવા યુઝર છો તો રજીસ્ટ્રેશન કરો

palak Mata Pita Yojana 2026 PDF Form

જો તમને ઓફલાઇન અરજી કરવી હોય તો PDF ફોર્મ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
આ ફોર્મમાં તમામ વિગતો સરળ ભાષામાં આપેલી હોય છે.

Source And Reference

Leave a Comment