Loading ...

ગુજરાત સરકાર તરફથી મહિલાઓને 1 લાખ સુધીની વ્યાજમુક્ત લોન – અરજી પ્રક્રિયા અહીં

ગુજરાતની મહિલાઓને સ્વાવલંબી અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) શરૂ કરી છે. આ યોજના હેઠળ, સ્વસહાય જૂથોમાં જોડાયેલી મહિલાઓને 1 લાખ રુપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. જો તમે પણ ખુદનો ધંધો શરૂ કરવા અથવા મોટી રકમની જરૂરિયાત પૂરી કરવા માંગો છો, તો આ લેખમાં અરજીની સંપૂર્ણ પ્રક્રિયા, લાભો અને જરૂરી દસ્તાવેજો વિશે જાણો! Mukhyamantri Mahila Utkarsh Yojana 2025

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) શું છે?

ગુજરાત સરકાર દ્વારા 2020માં શરૂ કરવામાં આવેલી આ યોજના મહિલાઓને રોજગારી અને ઉદ્યોગ સ્થાપવા માટે આર્થિક મદદ પૂરી પાડે છે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે (17 સપ્ટેમ્બર) આ યોજનાનો શુભારંભ થયો હતો.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કોણ અરજી કરી શકે છે?

  • અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
  • મહિલા સ્વસહાય જૂથની સભ્ય હોવી જોઈએ (ઓછામાં ઓછા 10 સભ્યો).
  • લોનનો ઉપયોગ ધંધો, શિક્ષણ અથવા આર્થિક જરૂરિયાતો માટે થઈ શકે છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • મતદાર ઓળખપત્ર
  • રેશન કાર્ડ
  • નિવાસ પ્રમાણપત્ર
  • આવકનો પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કેવી રીતે કરશો અરજી?

હાલમાં, આ યોજનાની ઓનલાઇન અરજી શરૂ થઈ નથી, પરંતુ તમે તમારા નજીકના સ્વસહાય જૂથ અથવા ગ્રામ સેવક પાસે સંપર્ક કરી અરજી કરી શકો છો. જો ભવિષ્યમાં ઓનલાઇન પોર્ટલ શરૂ થાય, તો નીચેની પ્રક્રિયા અનુસરવી:

  • ગુજરાત સરકારની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  • “Apply Online” લિંક પર ક્લિક કરો.
  • ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • સબમિટ બટન દબાવો.

Leave a Comment