ગુજરાત સરકારે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મહિલા સ્વાવલંબન યોજના 2025 શરૂ કરી છે. આ યોજના અંતર્ગત, મહિલાઓને રૂ. 2 લાખ સુધીની લોન સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવશે, જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી અથવા વિસ્તારી શકે. ગુજરાતની ગ્રામીણ અને શહેરી બંને મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકશે!
મહિલા સ્વાવલંબન યોજના 2025 ની મુખ્ય વિગતો Mahila Swavalamban Yojana 2025
પ્રશ્ન | જવાબ |
---|---|
યોજના કોણ ચલાવે છે? | ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ (GWEDC) |
લોનની મહત્તમ રકમ | રૂ. 2,00,000/- |
સબસિડી (અનુદાન) | 30% સુધી |
ઓફિસિયલ વેબસાઇટ | https://mela.gwedc.gov.in/ |
મહિલા સ્વાવલંબન યોજના 2025 ના ફાયદા Mahila swavalamban yojana 2025
- રૂ. 2 લાખ સુધીની લોન (બ્યુટી પાર્લર, સ્ટીચિંગ, ફૂડ બિઝનેસ, હસ્તશિલ્પ, ડેરી વગેરે માટે)
- 30% સબસિડી (જેથી લોનનો ભાર ઓછો થાય)
- સરળ ચુકવણી શરતો
- ગ્રામીણ અને શહેરી બંને મહિલાઓ માટે લાભ
જરૂરી ડોક્યુમેન્ટ (મહિલા સ્વાવલંબન યોજના 2025)
- આધાર કાર્ડ
- પેન કાર્ડ
- રેશન કાર્ડ
- આવકનો પુરાવો
- વ્યવસાયિક અભ્યાસ / અનુભવ પ્રમાણપત્ર
- બે પાસપોર્ટ ફોટો
મહિલા સ્વાવલંબન યોજના 2025 માટે પાત્રતા
- ઉંમર: 21 થી 50 વર્ષ
- ગ્રામીણ મહિલાઓ માટે મહત્તમ આવક: રૂ. 1,20,000/-
- શહેરી મહિલાઓ માટે મહત્તમ આવક: રૂ. 1,50,000/-
મહિલા સ્વાવલંબન યોજના 2025 માટે અરજી કેવી રીતે કરવી? Mahila swavalamban yojana 2025 apply online
- ઓફિસિયલ વેબસાઇટ GWEDC મહિલા યોજના પર જાઓ.
- ફોર્મ ડાઉનલોડ કરો અને ભરો.
- જરૂરી દસ્તાવેજો સાથે જમા કરો.
- નજીકના GWEDC ઓફિસમાં અરજી સબમિટ કરો.