ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોના વિકાસ માટે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેક્ટર સહાય યોજના 2025 , તાર ફેન્સીંગ યોજના 2025 વગેરે. આ તમામ યોજનાઓ માટે ikhedut portal દ્વારા ઓનલાઈન અરજી કરવાની સુવિધા છે. આજે આપણે ખાસ કરીને ખેતી માટે અત્યંત ઉપયોગી તાડપત્રી સહાય યોજના 2025 વિશે વિગતે માહિતી મેળશો.
Tadpatri Sahay Yojana 2025 | Khetivadi Yojana Gujarat 2025 Tadpatri Sahay Yojana 2025 | ikhedut Portal Online Apply Step by Step Process | તાડપત્રી સહાય યોજના । ખેડૂત લક્ષી યોજના | ikhedut
તાડપત્રી સહાય યોજના 2025 Tadpatri Sahay Yojana Gujarat 2025
કોઈપણ ખેતીના સાધનો માટે થાય છે કારણ કે કોઈ ધંધો ખાઈ ના જાય અથવા કોઈ પણ વરસાદ આવે તો તેમનો પગ પલટી ના જાય તે માટે તાડપત્રી ઉપયોગ કરવામાં આવે છે ,જેનાથી તાડપત્રી ખરીદવા માટે સીધી સહાય મળી શકે અને ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થાય.
તાડપત્રી સહાય 2025 કોને મળશે Tadpatri Sahay Yojana 2025
- અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો ફરજિયાત છે.
- નાના, સીમાન્ત અને મોટા ખેડૂત બધા લાભ માટે પાત્ર છે.
- ખેડૂતના નામે જમીન હોવી જરૂરી છે.
- ટ્રાઈબલ વિસ્તારના ખેડૂતો માટે ટ્રાઈબલ લેન્ડ પ્રમાણપત્ર ફરજિયાત છે.
- એક જ ખેડૂત ત્રણ વખત સુધી લાભ લઇ શકે છે.
તાડપત્રી સહાય યોજના 2025 કેટલી મળશે ?
લાભાર્થી | સહાય શરત | સહાય રકમ |
---|---|---|
અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડૂત | કુલ ખર્ચના 75% અથવા રૂ.1875/- | બંનેમાંથી જે ઓછું હોય |
સામાન્ય જાતિના ખેડૂત | કુલ ખર્ચના 50% અથવા રૂ.1250/- | બંનેમાંથી જે ઓછું હોય |
NFSM યોજનાના ખેડૂત | કુલ ખર્ચના 50% અથવા રૂ.1250/- | બંનેમાંથી જે ઓછું હોય |
તાડપત્રી સહાય માટે કયા ડોક્યુમેન્ટ જોવે ?
- આધાર કાર્ડ
- 7/12 અને 8-અ ઉતારા
- રેશન કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- બેંક પાસબુક
તાડપત્રી સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ ?
ikhedut Portal Tadpatri Sahay Yojana 2025 માટે અરજીઓ 24 એપ્રિલ 2025 થી 15 મે, 2025 સુધી ભરવાની રહેશે. યોગ્ય સમયસર અરજી કરીને આ સહાયનો લાભ લેશો.
તાડપત્રી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી? ikhedut Portal Tadpatri Sahay Yojana 2025 Apply Step by Step Process
ખેડૂત મિત્રો, તમારે ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન અરજી કરવાની છે, ચાલો હવે જાણીએ કે કેવી રીતે અરજી કરવી:
- ગૂગલ પર “ikhedut portal” સર્ચ કરો અને અધિકૃત સાઇટ https://ikhedut.gujarat.gov.in ખોલો.
- “યોજનાઓ” વિભાગમાં જઈ “ખેતીવાડીની યોજના” પસંદ કરો.
- ત્યારબાદ “તાડપત્રી સહાય યોજના” પસંદ કરી “અરજી કરો” પર ક્લિક કરો.
- તમારું રજીસ્ટ્રેશન નોંધાવવું (અગર પહેલાથી રજિસ્ટર્ડ છો તો “હા” પસંદ કરો).
- અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- સંપૂર્ણ ફોર્મ ભરીને સબમિટ કરો અને અરજી નંબરનો પ્રિન્ટ લઈ લો.