Loading ...

ભારે વરસાદના 6 ખતરનાક દિવસ શરૂ: ગુજરાત માટે હવામાન વિભાગની અલર્ટ ચેતવણી

છેલ્લાં કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી ચૂક્યા છે. માત્ર 2 દિવસમાં સમગ્ર રાજ્યમાં ચોમાસાનું આગમન થવું એ અનોખી ઘટના છે. સામાન્ય રીતે હંમેશા ચોમાસું ધીમે ધીમે પ્રસરતું હોય છે, પણ આ વર્ષે ધમાકેદાર વરસાદે સૌને ચોંકાવી દીધાં છે. ambalal ni agahi

160થી વધુ તાલુકાઓમાં વરસાદી તોફાન

છેલ્લા 24 કલાકની અંદર જ રાજ્યના 160થી વધુ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ડાંગમાં 10 ઇંચ અને વલસાડના કપરાડામાં પોણા 10 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ડાંગના વઘઈમાં 8 ઇંચ, સુબીરમાં 7.25 ઇંચ અને તાપી, નવસારી, ગાંધીનગર, ગીરસોમનાથ જેવા જિલ્લાઓમાં પણ ઉંચા વરસાદી આંકડા નોંધાયા છે.

હવામાન વિભાગનો એલર્ટ: 24 જૂન સુધી ગુજરાતમાં ભારે તોફાનની શક્યતા
હવામાન વિભાગે રાજ્ય માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. આજથી લઈને 24 જૂન સુધી આગામી 6 દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલાં જિલ્લાઓ:

  • સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ
  • દમણ, દાદરા નગર હવેલી
  • જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર

યેલો એલર્ટ હેઠળ:

રાજકોટ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, બનાસકાંઠા

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, અને તમામ નગરપાલિકાઓ, તાલુકાઓને યોગ્ય તૈયારી રાખવા સૂચના અપાઈ છે.

અંબાલાલ પટેલની આગાહી:

ભવિષ્યમાં વધુ ભારે વરસાદની તૈયારી રાખો પ્રસિદ્ધ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, ભાવનગર સહિતના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચન આપવામાં આવ્યું છે.

તેઓએ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, કાચા મકાનો અને ઢોર ઢાંખરવાળા લોકો માટે આગાહી કરી છે કે તેઓ સાવચેત રહે. પવનની ઝડપ પણ વધી શકે છે અને વીજળી પડવાના બનાવો વધી શકે છે.

Leave a Comment