Airtel Laptop Scholarship Yojana 2025 અંતર્ગત ભારતની જાણીતી ટેલિકોમ કંપની ભારતી એરટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવી યોજના લાવવામાં આવી છે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ અને સ્કોલરશીપ આપવાનું ઉદ્દેશ્ય રાખવામાં આવ્યું છે. Airtel Foundation તરફથી શરૂ કરાયેલ આ યોજના હેઠળ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય મળશે.
ફ્રી લેપટોપ એરટેલ કોણે શરૂ કરી છે આ યોજના?
ભારતી એરટેલની સામાજિક જવાબદારી અંતર્ગત તેની પરોપકારી શાખા દ્વારા આ વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં 60 લાખથી વધુ વિદ્યાર્થીઓના જીવનમાં બદલાવ લાવવામાં કંપની સફળ રહી છે. Airtel Foundationનું મુખ્ય લક્ષ્ય છે દરેક વિદ્યાર્થીઓ સુધી આ યોજના પહોંચાડવી, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ સુધી.
ફ્રી લેપટોપ એરટેલ કોણને મળશે ફાયદો? Airtel Laptop Scholarship Yojana 2025
Airtel Laptop Scholarship Yojana 2025 ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે છે જેમણે ઈજનેરિંગ સહિત અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ટોચના કોલેજોમાં પ્રવેશ મેળવ્યો હોય. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓની આર્થિક પૃષ્ઠભૂમિ તથા યોગ્યતાને આધારે પસંદગી કરવામાં આવશે.
ફ્રી લેપટોપ એરટેલ યોજના માટે કેટલી આવક હોવી જોઈએ?
જેઓના પરિવારની વાર્ષિક આવક 8.5 લાખ રૂપિયા કરતા ઓછી છે, તેઓ આ યોજના માટે અરજી કરી શકે છે. સાથે સાથે, અરજદાર ભારતીય નાગરિક હોવો જરૂરી છે. તેમજ તેમણે Airtel Foundation તરફથી મળતી અન્ય કોઈ સહાય ન લીધી હોય તેવી શરત પણ લાગુ પડશે.
Airtel Laptop Scholarship Yojana 2025 ના મુખ્ય લાભો:
- યોજના સમગ્ર અભ્યાસ સમયગાળા માટે માન્ય રહેશે (UG કોર્સના 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ સહિત).
- કોલેજ અથવા યુનિવર્સિટી ફીનું 100% વળતર Airtel Foundation કરશે.
- હોસ્ટેલ તથા મેસ ફી પણ આપવામાં આવશે.
- અને સૌથી વિશેષ – કોર્સના પ્રથમ વર્ષમાં દરેક વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવામાં આવશે.
ફ્રી લેપટોપ એરટેલ અરજી કેવી રીતે કરવી?
વિદ્યાર્થીઓ માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. તમને Airtel Scholarship Yojanaની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે. ત્યાં યોજના સંબંધિત તમામ માહિતી, નિયમો, પાત્રતા અને લાભોની વિગતો વાંચીને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ તરત અરજી કરી દેવી જોઈએ.