Videsh Abhyas Loan Gujarat 2025 ₹15 લાખ સુધીની આર્થિક સહાય સાથે વિદેશમાં શિક્ષણનો સુવર્ણ અવસર! ગુજરાત સરકારે શરૂ કરેલી વિદેશ અભ્યાસ લોન યોજના 2025નું મુખ્ય ઉદ્દેશ તે તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં આર્થિક સહાય પૂરી પાડવાનું છે, જેઓ બિન અનામત વર્ગ અથવા આર્થિક રીતે નબળા વર્ગમાં આવે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મહત્તમ ₹15 લાખ સુધીની લોન ફક્ત 4% સાદા વ્યાજે મળે છે, જેનાથી તેમની સપનાની કારકિર્દી બની શકે છે. વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન
Videsh Abhyas Loan Gujarat 2025 જરૂરી દસ્તાવેજો
- ધોરણ-12 અથવા સ્નાતકની માર્કશીટ
- કુટુંબની આવકનો દાખલો
- જાતિનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ અને વિઝાની નકલ
- વિદેશી યુનિવર્સિટીનો પ્રવેશ પત્ર
વિદેશ અભ્યાસ લોન યોજના 2025 રકમ | Videsh abhyas loan gujarat 2025 amount
વિદેશ અભ્યાસ લોન માટે 15 લાખ રૂપિયા સુધીની લોન મળે છે તે પણ માત્ર 4% વ્યાજ દર પર
વિદેશ અભ્યાસ લોન યોજના 2025 પાત્રતા | Videsh abhyas loan gujarat 2025 eligibility
વિદેશ અભ્યાસ લોન લેવા માંગતા હોય તો ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને ઓછામાં ઓછા 15 વર્ષથી ગુજરાતમાં નિવાસ કરતા હોવા જોઈએ ધોરણ 10 માં ઓછામાં ઓછા 60% અને ગ્રેજ્યુએશનમાં 50% ગુણ લાવેલ હશે તે વિદ્યાર્થી આ યોજના માટે લાભ મેળવી શકે છે અને જે વિદ્યાર્થી લોન માટે અરજી કરવા માંગે છે તેમની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછું હોવી જોઈએ
વિદેશ અભ્યાસ લોન યોજના 2025 લોન ચુકવણી સમયગાળો | Videsh Abhyas Loan Gujarat
વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે તેમને પાંચ લાખ સુધીની લોન પાંચ વર્ષમાં ભરવાની રહેશે અને પાંચ લાખથી વધુ લોન લીધેલ છે તેમને છ વર્ષમાં હપ્તે હપ્તે ફરવાની રહેશે જ્યારે તમારો અભ્યાસ પૂર્ણ થાય છે એના પછી એક વર્ષની અંદર લોન ની ચુકવણી શરૂ થાય છે
જામીનગીરી જરૂરીયાત:
- ₹7.5 લાખ સુધી: દોઢગણી મિલકતનો બોજો
- ₹7.5 લાખથી વધુ: લોન જેટલી કિંમતની મિલકત ગીરો
વિદેશ અભ્યાસ લોન યોજના 2025 અભ્યાસક્રમ | videsh abhyas loan gujarat 2025 education
- વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ નીચેના અભ્યાસક્રમો માટે લોન મળવાપાત્ર છે:
- ધોરણ-12 પછી: MBBS, ડિપ્લોમા, ટેકનિકલ/પ્રોફેશનલ કોર્સિસ
- સ્નાતક પછી: પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી, રિસર્ચ અભ્યાસક્રમો
વિદેશ અભ્યાસ લોન યોજના 2025 અરજી પ્રક્રિયા | Videsh abhyas loan gujarat 2025 apply online
- Foreign Education Scheme વિદેશ અભ્યાસ લોન માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે:
- GUEEDC ની વેબસાઈટ પર જાઓ. વિદેશ અભ્યાસ લોન પસંદ કરો

- નવી રજીસ્ટ્રેશન કરો (ઈ-મેલ ID, મોબાઈલ નંબર અને પાસવર્ડથી).
- લોગિન કરીને વિદેશ અભ્યાસ લોન યોજના માટે ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરીને અરજીની સ્થિતિ ઓનલાઈન ટ્રેક કરો.
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
વિદેશ અભ્યાસ લોન માટે કોણ પાત્ર છે?
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જેઓ ગુજરાતના નિવાસી છે અને ધોરણ-12માં 60% અથવા સ્નાતકમાં 50% ગુણ ધરાવે છે, તેઓ પાત્ર છે.
લોન માટે મહત્તમ કેટલી રકમ મળી શકે છે?
લોન માટે મહત્તમ ₹15 લાખ સુધીની સહાય મળી શકે છે.
વિદેશ અભ્યાસ લોન માટે વ્યાજ દર કેટલો છે?
વિદેશ અભ્યાસ લોન માટે સાદું વ્યાજ દર માત્ર 4% છે.