જમીન જંત્રી ભાવ 2025 શું તમને તમારી જમીન કે મિલકતનું ખરીદી વેચાણ કરતા પહેલા “જંત્રી દર” વિશે જાણવું જરૂરી છે? તો ચાલો સરળ ભાષામાં સમજી લઈએ કે જંત્રી એટલે શું અને તમારા વિસ્તારની જંત્રી PDF કેવી રીતે ડાઉનલોડ કરવી તે પણ માત્ર 5 મિનિટમાં! jantri rate gujarat 2025
જંત્રી એટલે શું ? jantri rate gujarat 2025
જંત્રી એટલે કોઈ પણ પ્રકારની મિલકતો જેવી કે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, ઓપન પ્લોટ કે ખેતીની જમીનનો સરકાર દ્વારા નક્કી કરાયેલો મિનિમમ ભાવ કે એનાથી નીચે તમે પ્રોપર્ટી વેચી ના કરી શકો. online jantri gujarat
જંત્રી દર કેમ અને કેવી રીતે નક્કી થાય છે? How to calculate market value of property in Gujarat?
- પ્રોપર્ટીનાં લોકેશન(સ્થળ) મુજબ
- પ્રોપર્ટીનાં પ્રકાર મુજબ
૧. પ્રોપર્ટીનાં લોકેશન(સ્થળ) મુજબ
પ્રોપર્ટીનાં સ્થળ મુજબ જંત્રીરેટ બદલાય છે. કોઈ સ્પેશીફીક શહેરમાં પણ એરિયા વાઈઝ જંત્રી અલગ અલગ હોય છે. જેમ કે અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તાર અને બાપુનગર વિસ્તાર બંનેમાં જંત્રી અલગ અલગ હોય છે.
૨. પ્રોપર્ટીનાં પ્રકાર મુજબ
જો પ્રોપર્ટીનો પ્રકાર બદલાય તો પણ જંત્રીનો રેટ ફરી જાય છે.
ઉદાહરણ તરીકે, શહેરની એક જ સોસાયટીમાં એક પ્રોપર્ટી રેસિડેન્શિયલ હોય અને બીજી કોમર્શિયલ, તો બંનેનો જંત્રીરેટ અલગ અલગ હોય છે. Jantri rate Gujarat
આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સહાય ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે,સંપૂર્ણ માહિતી જાણો
જંત્રી દર વધી જાય તો શું થાય? jantri check gujarat
જ્યારે સરકાર જંત્રીનો ભાવ વધારે છે, ત્યારે આપમેળે દસ્તાવેજની કિંમત પણ વધી જાય છે. કારણ કે મોટા ભાગના લોકો જંત્રી જેટલી અમાઉન્ટનો જ દસ્તાવેજ કરતા હોય છે.
આ વધેલા દસ્તાવેજની કિંમતના આધાર પર સરકાર સ્ટેમ્પ ડ્યુટી વસૂલે છે. જેથી સરકારની આવકમાં વધારો થાય છે.

જંત્રી દર કેવી રીતે જાણવી? જંત્રી કેવી રીતે ગણાય ? jantri rate gujarat 2025 calculator online
- How to Check Jantri Rate Online: A Step-by-Step Guide જો તમારે કોઈ પણ વિસ્તાર ની જંત્રી કેટલી છે એ જાણવું હોય, તો તમારે સરકારની ઑફિશિયલ વેબસાઈટ garvi.gujarat.gov.in પર જવું પડશે.
- ત્યાં જંત્રીના ડ્રાફ્ટ રેટ આપેલા છે. ત્યાં જઈ તમારા જિલ્લાની જે PDF છે એ ડાઉનલોડ કરવાની છે.
- આ PDF માં તમારા જિલ્લાની જંત્રીની વિગતવાર માહિતી આપને મળી શકશે.