ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વ્હાલી દીકરી યોજના એ એવા પરિવારો માટે આશાવાદી પગલું છે જેમના ઘરે દીકરીનો જન્મ થાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે દીકરીના જન્મથી લઈને શિક્ષણ અને લગ્ન સુધીમાં પરિવારને નાણાકીય સહાય પૂરી પાડવી. Vahali Dikri Yojana 2025 Documents required
વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ 2025 Vahali Dikri Yojana 2025 Documents required
- દીકરીનું જન્મ પ્રમાણપત્ર
- નિવાસ સાબિતી (આધાર કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, રેશન કાર્ડ વગેરે)
- માતાપિતાની આવકનો દાખલો
- બેન્ક એકાઉન્ટની માહિતી (પાસબુકની નકલ)
- માતા-પિતાનો આધાર કાર્ડ
- શાળામાં દાખલ છે તે સર્ટિફિકેટ (જોઇએ તો)
- પ્રતિજ્ઞાપત્ર (દીકરીઓની સંખ્યા દર્શાવતું)
વહાલી દીકરી યોજના 2025 લાયકાત શરતો Vahali Dikri Yojana 2025
વ્હાલી દીકરી યોજના હેઠળ અરજી કરવા માટે તમારે નીચે મુજબની લાયકાતો હોવી જરૂરી છે:
- નિવાસ: અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
લિંગ: આ યોજના ફક્ત દીકરીઓ માટે છે.
વાર્ષિક આવક: - વહાલી દીકરી યોજના આવક મર્યાદા
- ગ્રામ્ય વિસ્તારો માટે: ₹2,00,000થી ઓછી આવક
- વહાલી દીકરી યોજના આવક મર્યાદા શહેરી વિસ્તારો માટે: ₹2,00,000થી ઓછી આવક
દીકરીઓની સંખ્યા: આ યોજના માત્ર પ્રથમ બે દીકરીઓ માટે માન્ય છે.
જન્મ પ્રમાણપત્ર: દીકરીનો જન્મ ગુજરાતમાં થયો હોવો જરૂરી છે.
વહાલી દીકરી યોજના 2025 ઓનલાઈન અરજી
- ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ ખોલો
- મોબાઇલ નંબર અને ઈમેલ ID વડે રજિસ્ટ્રેશન કરો
- ઓનલાઈન ફોર્મમાં જરૂરી વિગતો ભરો
- સ્કેન કરેલા દસ્તાવેજ અપલોડ કરો
- ફોર્મ ચકાસી ને સબમિટ કરો
Important Links
Official Website : Click Here
વારંવાર પૂછાતા પ્રશ્નો – વ્હાલી દીકરી યોજના 2025 (FAQs)
વહાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
તમારે ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની અધિકૃત વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરવું પડશે. અરજી ફોર્મ ભરી, જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો.
વહાલી દીકરી યોજના ફોર્મ PDF 2025 ક્યાંથી મળશે?
ફોર્મ PDF તમારા નજીકના ગ્રામ પંચાયત ઓફિસ અથવા મહિલા અને બાળ વિકાસ કચેરીમાં મફતમાં ઉપલબ્ધ હોય છે. કેટલાક જિલ્લા વેબસાઇટ પર પણ PDF ડાઉનલોડ કરી શકાય છે.
વહાલી દીકરી યોજના માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
દીકરીનું જન્મ પ્રમાણપત્ર
માતાપિતાની આવકનો દાખલો
નિવાસ પુરાવો (આધાર કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર)
બેન્ક એકાઉન્ટની પાસબુક
વહાલી દીકરી યોજના 2025 માટે શું આવક મર્યાદા છે?
ગામડાં અને શહેર બંને માટે – વાર્ષિક આવક ₹2,00,000થી ઓછી હોવી જોઈએ.
વહાલી દીકરી યોજના શું પ્રથમ દીકરી માટે જ લાગુ પડે છે?
નહીં, આ યોજના પ્રથમ બે દીકરીઓ માટે માન્ય છે.
વહાલી દીકરી યોજના ક્યા ઓફિસમાં ફોર્મ સબમિટ કરવું પડે?
તમારું ભરેલું ફોર્મ જિલ્લાની મહિલા અને બાળ વિકાસ કચેરી, આંગણવાડી સુપરવાઈઝર અથવા ગ્રામ પંચાયત ઓફિસમાં સબમિટ કરી શકો છો